October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

વિકાસમાં મહત્‍વની ભૂમિકા ભજવતા સરપંચોને સત્તા વિહોણા બનાવી થઈ રહેલા મિથ્‍યા અને ભ્રષ્ટાચારી વિકાસ સામે સરપંચોએ ઠાલવેલી વેદના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આજરોજ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના અધ્‍યક્ષતા હેઠળ અને તાલુકા વિકાસ અધિકારીની હાજરી વચ્‍ચે વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં અધિકારીઓની હાજરી વચ્‍ચે ઉમરગામ તાલુકાના સરપંચોનો અભિપ્રાય જાણવાના કરેલા પ્રયત્‍નોમાં સરપંચોએ ભરી વેદના સાથે રજૂઆત કરવી પડી હતી. ઉમરગામ તાલુકામાં સત્તા વિહોણા બનેલા સરપંચોની હાલત હુકમના ગુલામ જેવી બનેલી છે. વિકાસના કામોની પ્રક્રિયાથી દૂર રાખી માત્ર કોન્‍ટ્રાક્‍ટરોની મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. સરપંચોની સત્તા પરપૂરેપૂરો કબજો ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારીએ જમાવેલો હોવાનું ચિત્ર સામે આવ્‍યું હતું. જેમ પોર્ટલ પરથી કરવામાં આવતી ખરીદી વાસ્‍તવિક કિંમત કરતા અનેક ઘણી હોવા છતાં લાચાર સરપંચો વિરોધ કરી શકતા નથી તેવી જ રીતે વિકાસના કામોની વહીવટી મંજૂરી, એસ્‍ટીમેન્‍ટ વગેરેથી દૂર રાખવામાં આવે છે તેમજ વિકાસના કામોની વિગતોની ટપાલ સરપંચ સુધી પહોંચતી નથી. સરપંચોને વિશ્વાસમાં લેવા વગર કોન્‍ટ્રાક્‍ટરોને અધૂરા કામનું પણ બિલનું ચૂકવણું કરી દેવામાં આવે છે. જેથી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કરવામાં આવતા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો પણ રજૂઆત કરી શકતા નથી જેના કારણે સરપંચો પ્રજાનો રોષનો ભોગ બની રહ્યા છે. ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.આર. પઢિયારની ઉપસ્‍થિતિ વચ્‍ચે ઉમરગામ તાલુકાના સરપંચોએ ભ્રષ્ટાચારી વહીવટ ઉજાગાર કરતી રજૂઆતથી છેલ્લા બે વર્ષથી ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામ્‍યો છે.
વિશેષમાં ઉમરગામ તાલુકાની મોટાભાગની પંચાયતોમાં વિકાસના કામ કરતી એજન્‍સી અને અધિકારીઓની સાંઠગાંઠથી ઘણા કામો અધૂરા પડેલા છે જેની પણ રજૂઆત થવા પામી હતી. જેમાં આંગણવાડીની દયનિય સ્‍થિતિનું વર્ણન સરપંચોએ કરીને વહેલી તકે અધૂરીઆંગણવાડીના કામો પૂરા કરવાની રજૂઆતો કરી હતી. સરકારી આવાસની મંજૂરીની યાદી સરપંચોને આપવામાં આવતી નથી. મનરેગા યોજનામાં ગ્રાન્‍ટના અભાવે છેલ્લા બે વર્ષથી ઉમરગામ તાલુકાના કામો થયા નથી જે બાબતનો પણ સરપંચોએ બળાપો ઠાલવી ધારાસભ્‍ય રમણભાઈ પાટકરની સરપંચોને દબાણમાં રાખવાની નીતિને ઉજાગર કરી હતી. ઉમરગામ તાલુકાના સરપંચોએ આજરોજ ઠાલવેલી આક્રમક વેદનાથી ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના માથે પસીનો આવી જવા પામ્‍યો હતો.

Related posts

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

પારડીમાં કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્‍વાંગમાં ત્રણ મહિલાઓ નજર ચૂકવી ચોરી કરી હોન્‍ડા સીટી કારમાં ફરાર

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્‍કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

Leave a Comment