Vartman Pravah
Breaking NewsOtherખેલતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર સુમિતે 63-67 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં ક્‍વાર્ટર ફાઈનલમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાંમણિપુરના બોક્‍સર શિનમ અલાર સિંગને 5-0થી હાર આપી નિશ્ચિત કર્યો પદક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: રમતગમતના પાયાના સ્‍તરે વિકાસને પ્રોત્‍સાહન આપવાની અને રમતગમતની પ્રતિભાઓને ખીલવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અતૂટ કટિબદ્ધતાન પહેલથી ‘ખેલો ઇન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024′ તમિલનાડુના ચેન્નઈ, મદુરાઈ, તિરૂચિરાપલ્લી અને કોઈમ્‍બતૂર શહેરોમાં યોજાઈ રહ્યો છે. જેનું ઉદ્‌ઘાટન 19મી જાન્‍યુઆરીના રોજ સ્‍વયં પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે જ કરવામાં આવ્‍યું હતું.
તમિલનાડુ ખાતે યોજાઈ રહેલા ‘ખેલો ઇન્‍ડિયા યૂથ ગેમ્‍સમાં ભારતનાં તમામ 36 રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોનાં રમતવીરો ભાગ લઈ રહ્યા છે. જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર શ્રી સુમિત પણ ભાગ લઈ રહ્યા છે. સંઘપ્રદેશના બોક્‍સર શ્રી સુમિતે 63-67કિલોગ્રામ વેટ કેટેગરીમાં વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં ક્‍વાર્ટર ફાઈનલમાં મણિપુરના બોક્‍સર શ્રી શિનમ અલાર સિંગ સાથે સ્‍પર્ધામાં ઉતરી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 5-0થી હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે શ્રી સુમિતે ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ માટે પદક નિヘતિ કર્યો છે. શ્રી સુમિતે કરેલા શાનદાર દેખાવથી પોતાના નામની સાથે સાથે સંઘપ્રદેશનું નામ પણ રોશન કર્યું છે. જે સંઘપ્રદેશ માટે ગૌરવની બાબત છે.
‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ’ તમિલનાડુના 4 શહેરોમાં યોજાઈ રહ્યો છે જેમાં યુવા ખેલાડીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે. આ સ્‍પર્ધામાં સંઘપ્રદેશના ખેલાડી તેમનું સુંદર પ્રદર્શન કરી રહ્યા છે.

Related posts

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment