December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

શોર્ટસર્કિટથી આગ લાગ્‍યાનું પ્રાથમિક અનુમાન : ઈજાગ્રસ્‍ત કોઈ નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી બજારમાં કાર્યરત નોવેલ્‍ટી સ્‍ટોર્સમાં આજે શુક્રવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી બજારમાં આવેલ એક નોવેલ્‍ટી સ્‍ટોર્સમાં સવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે ધુવાડાના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા હતા. ભરબજાર હોવાથી અસંખ્‍ય લોકો એકઠા થઈ ગયા હતા. તુરત પાલિકા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ પાસે જ હોવાથી તુરત ધસી આવી હતી. થોડી જહેમત ઉઠાવીને આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. આગની ઘટનામાં કોઈ દાઝ્‍યુ હોય કે ઘાયલ થયુ નહોતું.દુકાન માલિક અને ગ્રાહક સમય સુચકતાથી બહાર ધસી ગયા હતા. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટસર્કિટ થઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

Related posts

દાનહમાં જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને નથી પહોંપ્‍યો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

ડી.આઈ.જી. મિલિંદ મહાદેવ દુમ્‍બેરેનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અગ્નિશમન વિભાગ દ્વારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment