October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

શિક્ષક નિલેશભાઈ જગુભાઈ પટેલ વિરુધ્‍ધ ત્રણ દિવસથી વિરોધ
આંદોલન ચાલી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ધરમપુર વિસ્‍તારમાં આવેલ મૃગમાળ પ્રાથમિક શાળાના વિવાદિત શિક્ષકને સ્‍કૂલમાં હાજર નહી રહેવાની માંગણી સરપંચ, એસ.એમ.સી. સભ્‍યો અને ગ્રામજનોએ ગત તા.13 ફેબ્રુઆરીએ માંગણી સાથે વિરોધ નોંધાવ્‍યો હતો. તેમ છતા આજે ગુરૂવારે વિવાદિત શિક્ષક શાળામાં ફરજ ઉપર હાજર થતાની સાથે જ વિવાદ ઉભો થયો હતો. એમ.એમ.સી. સભ્‍યો અને લોકો શાળામાં ધસી ગયા હતા. બાળકોને બહાર કાઢીશાળાને તાળા મારી દીધા હતા.
ધરમપુર પાસે આવેલ મૃગમાળ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ જગુભાઈ પટેલ સામે છેલ્લા ત્રણ દિવસથી ગામ અને શાળામાં વિવાદ ચાલી રહ્યો છે. આ શિક્ષક કથિત સજા પામેલ હોઈ બાળકોનું શૈક્ષણિક કાર્ય સારી રીતે નહી કરી શકે એ મુદ્દે ગત તા.13 ફેબ્રુઆરીએ એમ.એમ.સી. સભ્‍યો અને સરપંચ તથા ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ સહિત ગ્રામજનોએ ઉચ્‍ચ રજૂઆત કરી માંગણી કરી હતી કે આ વિવાદિત શિક્ષક શાળામાં રાખવો જોઈએ નહી, તેને દુર કરો અને નહી કરાય તો શાળાની તાળાબંધી કરીશું. તેમ છતાં આજે તા.15 ગુરૂવારે વિવાદીત શિક્ષક નિલેશભાઈ પટેલ શાળામાં આવતા જ મામલે ગરમાઈ ગયો હતો. એમ.એમ.સી. સભ્‍યો અને ગ્રામજનોએ બાળકોને સ્‍કૂલની બહાર કાઢી શાળાને તાળા મારી દીધા હતા. તેથી મામલો વધુ પેચીદો બની ગયો હતો.

Related posts

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

Leave a Comment