Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

ટ્રાફિક સમસ્યાને હળવી કરવા ઝîડાચોક સ્કૂલની પાછળ આઈ.ટી.આઈ. રોડ પરની ખુલ્લી જગ્યામાં સ્કૂલવાન અને ઈલેક્ટ્રીક બસને થોભાવવામાં આવે ઍવી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસના ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ સરકારી શાળામાં હાલમાં ત્રણ શિફટમાં ગુજરાતી, હીન્‍દી અને અંગ્રેજી માધ્‍યમના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. જેમાંથીકેટલાક વિદ્યાર્થીઓ સ્‍કૂલવાન અને સરકારી ઇલેક્‍ટ્રીક બસમાં બેસીને આવતા-જતા હોય છે. પરંતુ અહીં સ્‍કૂલવાન અને બસ થોભવના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા ઉભી થાય છે અને સ્‍કૂલવાનમાં બેસવા આવતા નાના બાળકો તેમની મસ્‍તીમાં રહેતા હોય છે, જેના કારણે અકસ્‍માત થવાની પણ સંભાવના છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ ટ્રાફિક સમસ્‍યાને હળવી કરવા માટે ઝંડાચોક સ્‍કૂલની પાછળ આઈ.ટી.આઈ. રોડ પર ખુલ્લી જગ્‍યા છે એ જગ્‍યા પર સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસને થોભાવવામાં આવે તો ઝંડાચોક મેઇનરોડ પર ટ્રાફિકની સમસ્‍યા થોડી હળવી થઈ શકે એમ છે.

Related posts

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah

ચીખલી ક્‍વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્‍ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્‍યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment