September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: પરમ પૂજ્‍યદેવશ્રી બજરંગ દાસ બાપાના કળપા પાત્ર સેવક અને આપણા સૌના વડીલ પૂજ્‍યશ્રી સ્‍વ.મનજી દાદાને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી ગિરીશભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે સ્‍વ.મનજીદાદા ગુરુ આશ્રમ બગદાણાના મેનેજીંગ ટ્રસ્‍ટી તારીખ 15/02/2024ના ગુરુવારના રોજ પરમ શક્‍તિ પરમાત્‍મામાં વિલીન થઈ ગુરૂ ચરણ થયેલ છે. સ્‍વ.મનજીદાદાની ખોટ ડાંગના આદિવાસી સમાજને નિઃસ્‍વાર્થ સેવાભાવી ખોટ પડી છે. ડાંગ જિલ્લામાં પણ સેવાની સુવાસ પ્રગટાવતા ડાંગ દરબારના સમયે ચાર વર્ષ સુધી બાપા સીતારામનું ભંડારાનું આયોજન કરતા હતા. સ્‍વ.મનજીદાદાના આ સેવા કાર્યમાં હજારો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા હતા. જ્‍યારે પણ દાદા આહવા ડાંગ દરબારના મેળામાં આવતા ત્‍યારે બાપા સીતારામ પરિવારના ભારતીબેન ગાયકવાડ સાથે તેઓના ખુબજ આત્‍મીય સબંધો રહ્યા હતા, જેથી સ્‍વ.મંજીદાદાની પ્રાર્થના સભાનું આયોજન આજે દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્‍યું, તેમના આત્‍માને શાંતિ મળે તે માટે ગીતાના પંદરમાં અધ્‍યાયનું વાંચન કરવામાં આવ્‍યું. સ્‍વ.મનજીદાદાના આત્‍માને સુખ શાંતિ અને મોક્ષ પ્રદાન મળે તે માટે બાપા સીતારામ પરિવાર આહવા દ્વારા મૌન પાડવામાં આવ્‍યું હતું, તથા ભજન કીર્તન કરવામાં આવ્‍યું હતું.
બાપા સીતારામ પરિવાર આહવાના ભારતીબેન ગાયકવાડ, ગૌરવ કટારે,કલ્‍યાણીબેન પારેખ, જયવંતાબેન ગાયકવાડ, સુમનબેન વાઘમારે જીગ્નેશ સોલંકી, વિજયભાઈ જોષી રેખાબેન ચૌધરી, ક્રિષ્‍ણાબેન રાઠોડ, મહેશભાઈ ખેરનાર તથા સમસ્‍ત બાપા સિતારામ પરિવાર હાજર રહ્યા હતા.

Related posts

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

Leave a Comment