Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણમાં વિકાસકાર્યોની કરેલી સમીક્ષા

ધીમી ગતિએ ચાલતા કામોમાં ઝડપ લાવવા તથા યોગ્‍ય ગુણવત્તા સાથે સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને કરેલી તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરીહતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દમણમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
પ્રશાસકશ્રીએ તેમની મુલાકાત દરમિયાન નાની દમણના દલવાડાથી ભીમપોર સુધીના રસ્‍તાના કામો, નવા ડોમેસ્‍ટિક એરપોર્ટ અને મોટી દમણ ખાતે ઢોલર ચાર રસ્‍તા સ્‍થિત નિર્માણાધીન જમ્‍પોર રોડ તથા અન્‍ય રસ્‍તાઓના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે પ્રશાસકશ્રી સાથે ઉપસ્‍થિત રહેલા વિવિધ વિભાગના પ્રશાસનિક અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોને ધીમી ગતિએ ચાલતા કામોમાં ઝડપ લાવવા સાથે તમામ વિકાસકામો યોગ્‍ય ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી. ઉપરાંત વિકાસકામોમાં ક્‍યાંક ક્‍યાંક રહી ગયેલી ક્ષતિ/ત્રુટીઓને તાત્‍કાલિક સુધારવા માટે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જરૂરી નિર્દેશો આપ્‍યા હતા. આ અવસરે પ્રશાસકશ્રીના ઓ.એસ.ડી. સુશ્રી ચાર્મી પારેખ, દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, પ્રશાસનિક અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ સામાન્‍ય નાગરિકો માટે શ્રેષ્‍ઠ મિત્ર પણ અસામાજિક તત્ત્વો માટે કાળઃ એસ.પી. આર.પી. મીણા

vartmanpravah

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર પેટ કેર શોપમાં ચોરી : 50 હજારથી વધુની રોકડ ચોરી કરી બેતસ્‍કરો ફરાર

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment