August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

ટોલટેક્ષ બચાવવા કે કોઈ અન્‍ય કારણોસરછેલ્લાં ઘણા સમયથી ખારેલ-રાનકુવા-ધરમપુર-નાસિક રાજ્‍યધોરી માર્ગ ઉપર કન્‍ટેઈનર સહિત આંતર રાજ્‍ય હેરાફેરી કરતા ભારે વાહનોની અવર જવર વધી જવા પામી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી-વાંસદા અને ખારેલ-ધરમપુર રાજ્‍યધોરી સ્‍થિત રાનકુવા સર્કલ પાસે અવાર નવાર ટ્રાફિકની સમસ્‍યા સર્જાઈ રહી છે. ખારેલ પાસે રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નંબર-48 અને ધરમપુરથી આગળ નાસિક-મહારાષ્‍ટ્રને જોડતો રાજ્‍ય ધોરીમાર્ગ ભારે વાહનોની અવર જવરથી ધમધમતો રહે છે. ખારેલ-રાનકુવા માર્ગ ઉપર ટાંકલ ચાર રસ્‍તાથી મહુવા-સુરતની પણ કનેક્‍ટિવિટી છે.
ઉપરોક્‍ત સંજોગોમાં ટોલટેક્ષ બચાવવા માટે કોઈ અન્‍ય કારણોસર એક રાજ્‍યમાંથી બીજા રાજ્‍યમાં માલસામાનની અવર જવર કરતા કન્‍ટેઇનર સહિતના લંબાઈવાળા ભારે વાહનોની અવાર જવર ખારેલ-રાનકુવા-ધરમપુર રાજ્‍ય ધોરીમાર્ગ પર ઘણા લાંબા સમયથી વધી જવા પામી છે. મુંબઈ-સુરત-અમદાવાદ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગના સ્‍થાને આ રાજ્‍ય ધોરીમાર્ગ કે જે ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી પસાર થાય છે. તેના પરથી આવા ભારે વાહનો દોડતા રાનકુવા સર્કલ પર ઘણીવાર ટ્રાફિક થઈ જતું હોય છે. બીજી તરફ બેફામ દોડતા ભારે વાહનોથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં સ્‍થાનિકોમાં અકસ્‍માતનું જોખમ પણ વધી જવા પામ્‍યું છે.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

વાપી ખાતે પારડી વિધાનસભા મત વિસ્‍તારનો ભાજપના ધારાસભ્‍ય અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ની લાલચ આપી લાખો રૂપિયા હડપનાર સેલવાસ ન.પા.ના કર્મચારીએ આપ્‍યું રાજીનામું

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

Leave a Comment