Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: તા.2 માર્ચે શ્રી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઝેડ. એચ. શાહ સાર્વજનિક હાઈસ્‍કૂલ, ડુંગરા ખાતે વર્ષ દરમ્‍યાન વિવિધ પ્રવૃતિઓ, રમત ગમત વિગેરેમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામ વિતરણ અને ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
કાર્યકમમાં ડુંગરાનાં ભાજપનાં કર્મઠ કાર્યકર અને ડુંગરામાં શિક્ષણ ક્ષેત્રે નિઃસ્‍વાર્થ ભાવે સેવારત રહેતા અને હરહંમેશ આગવા દરેક પ્રકારના પ્રદાન થકી વિદ્યાર્થીઓ, શિક્ષકોને સ્‍કૂલનાં કર્મચારીગણ અને વાલીઓનો હોસલો વધારનાર ટ્રસ્‍ટી શ્રીદીપકભાઈ એમ. પટેલ, પ્રમુખ શ્રી વિનોદરાય કે. પટેલ, મંત્રી શ્રી સામાજિક અગ્રણી અને વર્ષો સુધી ડુંગરાનાં સરપંચ તરીકે સેવારત રહેલ શ્રી મંજૂર ખાન, આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ, વિશેષ અન્‍ય મહાનુભવો પૂર્વ આચાર્ય ભારતીબેન પટેલ, સુશીલાબેન ખલાસી, પંડ્‍યા સાહેબ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. સ્‍વાગત પ્રવચન આચાર્ય શ્રી અનિલભાઈ પટેલે કર્યું હતું.
ટ્રસ્‍ટી શ્રી દીપક ભાઈ પટેલે ખૂબજ મનનીય અને વિદ્યાર્થીઓને ઉપિયોગી માહિતી આપેલ તેમજ વાલીઓને વિનંતી કરેલ કે ઘરથી પરીક્ષા ખંડ સુધી તમારા બાળકને નિર્ભયતાથી આત્‍મ વિશ્વાસ સાથે દોરી જજો જેથી બાળક પરીક્ષા મોકળા મને આપી સફળતા પ્રાપ્ત કરે તેમજ વિદાય લેતા વિદ્યાર્થીઓને જીવનમાં દરેક ક્ષેત્રે આગળ વધો ને પ્રગતિ કરી તમારું તમારા પરિવારનું નામ રોશન કરજો તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી. સાથે સાથે મીઠી ટકોર પણ કરેલ કે જે સ્‍કૂલમાં તમને જીવન ઘડતરનું પ્રશિક્ષણ મળેલ છે તેને ભૂલશો નહીં કારણકે આ તમારા સૌ માટે સ્‍કૂલ નહી પણ જીવન ઘડતરનું મંદિર છે.
અંતમાં આભારવિધિ સ્‍કૂલનાં શિક્ષકે આટોપેલ અને રાષ્‍ટ્રગાન ગાઈને કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Related posts

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

Leave a Comment