October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

કોમોફેક્‍સ કંપનીમાં મળસ્‍કે આગ લાગી 8 જેટલા ફાયર ફાયટર
ઘટના સ્‍થળે ધસી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી જીઆઈડીસીના થર્ડફેઝ વિસ્‍તાર સ્‍થિત વાઈપર બનાવતી કંપનીમાં આજે સોમવારે મળસ્‍કે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
વાપી જીઆઈડીસી થર્ડફેઝ પ્‍લોટ નં.એ-1709 માં કાર્યરત કોમોફેક્‍સ નામની કંપનીમાં મળસ્‍કે ભિષણ આગ લાગી હતી. આગની જાણ નોટિફાઈડ ફાયર, પાલિકા પાયર તથા વિવિધ કંપનીઓના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા 8 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. આગ વિકરાળ હતી. ધુવાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયાહતા. વાઈપર બનાવતી કંપનીમાં લાગેલી આગનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ કરવાની કોશીશ જારી રાખી હતી. આગમાં અન્‍ય કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સ્‍થાનિક વિસ્‍તાર સરીગામ, ઉમરગામ, દમણની ઔદ્યોગિક વસાહતોમાં આગના બનાવ નોંધાયા છે.
આજે વધુ એક આગ વાપીમાં લાગી હતી. આગની ઘટનાઓમાં કંપનીઓની સુરક્ષા અંગેની ક્ષતિઓ ચાડી ખાતી નજરાઈ છે તેથી એક પછી એક આગના બનાવો બની રહ્યા છે.

Related posts

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment