October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીના સામરવરણી ખાતે ગાર્ડન સીટી સોસાયટીની સામે પાર્કિંગ કરેલ બસની અંદર જ બસચાલકે પટ્ટા વડે ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દિનેશ કૈલાશ ગુપ્તા (ઉ.વ.48) રહેવાસી સામરવરણી જેઓ સવારે ખાનગી કંપનીના સ્‍ટાફને બસમાં લાવવા-લઈ જવા ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો, જેસવારે કંપનીના સ્‍ટાફને ભરી ગલ્‍ફ કંપનીમાં મુકવા ગયા હતા. ત્‍યારબાદ પરત ઘરે આવ્‍યો હતો, બાદમાં બપોરે ગાર્ડન સીટી સામે બસ નંબર ડીડી-01-એ-9154 ઉભી રાખી બસના શીટ બેલ્‍ટને ગળામા ફસાવી લટકી ગયો હતો. બસની અંદર દિનેશ ગુપ્તાને લટકેલો જોતાં આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને પોલીસને તાત્‍કાલિક જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી મૃતકની લાશને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો સાથે એના પરિવારને પણ જાણ કરી હતી. જેઓ પણ હોસ્‍પિટલ પર પહોંચી ગયા હતા. દિનેશ ગુપ્તાએ કયા કારણોસર આત્‍મહત્‍યા કરી એ જાણી શકાયું નથી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

Leave a Comment