September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

વાપી અને જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્‍તારોમાં ફલેગ માર્ચ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: લોકસભાની સામાન્‍ય ચૂંટણીનું બ્‍યુગલ વાગી ચુક્‍યુ છે ત્‍યારે જિલ્લા પોલીસ પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વાપી પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ આજે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં ફલેગ માર્ચ કરી હતી.
આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાના ભાગ રૂપે વાપી પોલીસ ફલેગ માર્ચનુંઆયોજન કર્યું હતું. પી.એસ.આઈ. વાપી ટાઉન જીતુભાઈ રબારીની આગેવાનીમાં ફલેગ માર્ચ કર્યું હતું તે મુજબ જીઆઈડીસી પોલીસે પણ આજે હોટલ પેપીલોનથી ફલેગ માર્ચ કર્યું હતું. શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ કૂચ કરી હતી. શહેરમાં અસામાજીક તત્તવો વિરૂધ્‍ધ પોલીસે ચૂંટણી પહેલા ફલેગ માર્ચ યોજીને કાયદા-વ્‍યવસ્‍થાની જાળવણી અંગેનો સ્‍તૂત પ્રયાસ કર્યો હતો.

Related posts

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં 75મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી થઈ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

Leave a Comment