Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર ભાજપના ઉમેદવાર અને ત્રણ ટર્મના સાંસદ લાલુભાઈ પટેલનું કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે મોટી દમણના આંબાવાડી ખાતે આવેલ મીટનાવાડના શ્રી રામ મંદિરથી ડોર ટુ ડોર પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડનાશ્રી રામ મંદિરથી શ્રી લાલુભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ 2009ની ચૂંટણીમાં પણ કર્યા હતા ત્‍યારબાદ 2014, 2019 અને હાલમાં 2024માં પણ શ્રી રામ ભગવાનના આશીર્વાદ સાથે આજથી ચૂંટણી પ્રચારના યજ્ઞની શરૂઆત કરી હતી.
આજના ચૂંટણી પ્રચારમાં દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, મરવડના સરપંચ શ્રીમતી પ્રીતિબેન ધનસુખ હળપતિ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, દમણવાડાના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ તથા વિવિધ મંડળોના અધ્‍યક્ષો, વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
ડોર ટુ ડોર અભિયાનમાં દમણ-દીવ બેઠકના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનું ખુબ જ ઉમળકાભેર ઠેર ઠેર સ્‍વાગત કરાયું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે આ બેઠક ઉપર પ્રચંડ બહુમતિથી વિજય અપાવવા લોકોએ પોતાનો સંકલ્‍પ પણ પ્રગટ કર્યો હતો.

Related posts

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment