October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: સેલવાસ ખાતેના ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસ અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બોયઝ હોસ્‍ટેલના પરિસરમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં યુવાઓ અને યુવતીઓએ મોટી સંખ્‍યામાં રક્‍તદાન કર્યું હતું જેમાં 45 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું. આ અવસરે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડૉ. દેવેન મકવાણા, રેડક્રોસ સોસાયટીના મુખ્‍ય ચિકિત્‍સા અધિકારી ડૉ. રાજેશ શાહ, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર નંદિતા ગુંગનાની, જીએનએલયુ ગાંધીનગરના સહાયક પ્રોફેસર હાર્દિક પારેખ સહિત ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા રક્‍તદાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્‍યની આગેવાનીમાં કરેલા ધરણાં-પ્રદર્શનઃ પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની કરાયેલી માંગ

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment