Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રદેશના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી દાનહના સાંસદ રહેલા કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર બન્‍યા છે તે આપણાં દરેક માટે ગૌરવની વાતઃ સની ભીમરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ભારતીય જનતા પક્ષે ટિકિટ જાહેર કર્યા બાદ ઘોષિત થયેલા ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરના પાર્ટી પ્રવેશ અને સન્‍માનના સેલવાસ ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં યુવા નેતા શ્રી સની ભીમરાની ગેરહાજરી રહી હતી. તેમની ગેરહાજરીના પગલે સોશિયલ મીડિયામાં શ્રી સની ભીમરા ભાજપમાંથી બળવો કરી ઉમેદવારી કરવાના હોવાની અનેક વાતો વહેતી થઈ હતી. જેના અનુસંધાનમાં આજે યુવા નેતા અને પ્રદેશના પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભીમરાએ પત્રકારો સાથે વાતચીત કરી લાંબા સમયથી ફેલાયેલી અફવાનું ખંડન કર્યું હતું.
યુવા નેતા અને પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભીમરાએ શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપની ટિકિટ મળવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને તેઓ એક લાખ કરતા વધુ મતોથી વિજયી બને એ પ્રકારના તમામ પ્રયાસો કરવા પોતાનીખાત્રી વ્‍યક્‍ત કરી હતી.
શ્રી સની ભીમરાએ જણાવ્‍યું હતું કે, જે દિવસે ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનો સત્‍કાર સમારંભ યોજાયો હતો તે દિવસે તેઓ પોતાના વ્‍યક્‍તિગત કારણોસર વ્‍યસ્‍ત હતા. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, અમે મોદીના પરિવારના છીએ, તેથી ભાજપ સાથે દગો કરવાનું અમારા લોહીમાં નથી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીના સાંસદ રહેલા શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રદેશના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી ભાજપના ઉમેદવાર બન્‍યા છે તે આપણાં દરેક માટે ગૌરવની વાત છે અને આપણે 400 બેઠકો સાથે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવાના છે તેમાં દાદરા નગર હવેલી બેઠક એક લાખ મતથી વિજયી બનાવી પ્રધાનમંત્રીશ્રીના ચરણમાં ભેટ આપવી છે. તેમણે શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપ પરિવારના હિસ્‍સા બનવા બદલ અભિનંદન પણ પાઠવ્‍યા હતા અને શુભકામના પણ આપી હતી.

Related posts

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

વાપીમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ ઝડપાયા બાદ બુધવારે વધુ એક રાહદારીનો ફોન ઝૂંટવાયો

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

Leave a Comment