Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

હાઈસ્‍પીડ રેલ કોરીડોર ઉપર અગાઉ 28 સિસ્‍મોમીટર લગાવવામાં આવેલા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની તેજ ગતિમાં કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સલામતિ માટે પવનની ગતિવિધિ જાણવા માટે આ પ્રોજેક્‍ટમાં 14 પુલો ઉપર મોનિટરીંગ સિસ્‍ટમ લગાવાઈ છે.
બુલેટ ટ્રેન દરિયા કિનારાના પ્રદેશ પヘમિ ભાગ નજીકથી પસાર થાય છે. તેથી પવનની ગતિ જાણવા અને ટ્રેન ઉપર આડ અસર ઉભી થાય, ટ્રેનને પ્રભાવિત કરે જેથી મુસાફરોની સલામતિ પ્રભાવિત થાય તે ધ્‍યાને લઈને ચિંતાના નિવારણ માટે વાયડક્‍ટ પર એનોમિટર લગાવવા માટે 14 સ્‍થળોની પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતના 9 અને મહારાષ્‍ટ્રમાં 5 મળી 14 ઉપકરણો નદીના પુલો અને પવનગ્રસ્‍ત વિસ્‍તારો ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. ઓપરેશન કન્‍ટ્રોલ સેન્‍ટર વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત એનોમિટર મારફતે પવનની ગતિ ઉપર નજર રાખશે. એનોમિટર એ આપત્તિ નિવારણ પધ્‍ધતિનો એક પ્રકાર છે. જેથી 360 ડિગ્રી ફેલાયેલ 0.252 કીલોમીટર પ્રતિકલાક રેન્‍જમાં વાસ્‍તવિક સમયની પવન ગતિનો ડેટા પુરો પાડવા માટે ડિઝાઈન કરાયેલ છે. પવનની ગતિ મુજબ ટ્રેનનીગતિમાં ફેરફાર કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

Leave a Comment