August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના લુહારી ફાટક અથાલ ગામે આવેલ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું એના રૂમની અંદર જ મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રમેશ રાય (ઉ.વ.38) જેઓ યુનોવેલ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા અને કંપનીની કોલોનીમાં જ રહેતા હતા. તેઓ મૂળ રહેવાસી બિહારના હતા. જેઓ સાંજે નોકરી પરથી છૂટી રાત્રી દરમ્‍યાન દારૂ પીને જમીને સુઈ ગયા હતા. પરંતુ સવારે એની સાથે નોકરી કરતા બીજા મિત્ર રૂમ પર આવ્‍યા ત્‍યારે જોયું તો રમેશ રાય રૂમની અંદર જ મૃત અવસ્‍થામાં હતા. મિત્રએ રમેશ રાયને મૃત અવસ્‍થામાં પડેલા જોઈ કંપની સંચાલકોને તાત્‍કાલિક જાણ કરી હતી. કંપની સંચાલકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈજવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

મોતીવાડા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મળેલી ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલાએ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

દાનહ જિલ્લાની શાળાઓમાં યોજાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment