December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 સંદર્ભે 26-વલસાડ સંસદીય મતવિસ્‍તારમાં ચૂંટણી મુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્‍પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્‍વયે લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 દરમ્‍યાન સરકારી કર્મચારી/ અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવેલ છે. આથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારાવિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે 181-કપરાડા વિધાનસભામાં સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને પ્રિસાઈડીંગ ઓફિસર તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણુક કરવામાં આવ્‍યા છે. તેઓને THEORY+EVM/VVPAT અંગેની હેન્‍સ ઓન પ્રથમ તાલીમ કપરાડાની સરકારી વિનયન કોલેજ ખાતે સવારે 10.00 કલાક થી 13.00 કલાક સુધી રાખવામાં આવી હતી. જેમાં કુલ 348 પ્રિસાઈડીંગ ઓફિસરો અને 428 આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને વિધાનસભા વાઈઝ તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત માસ્‍ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્‍યું હતું.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનું સરકારી કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ: સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ફરતા અધિકારીઓ દંડાતા ભારે આક્રોશ

vartmanpravah

જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ

vartmanpravah

વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

Leave a Comment