October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

સેરેબ્રલ પાલ્‍સી સ્‍પોર્ટ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંતર્ગત ચંદીગઢ ખાતે આયોજીત નેશનલ સી.પી. તાઈક્‍વૉન્‍ડો ચેમ્‍પિયનશીપમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દિવ્‍યાંગ રમતવીરોએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ

શ્રીમંથ બાલે ગોલ્‍ડ, પ્રિતેશ પટેલે ગોલ્‍ડ, મિહિર દીવાકરે ગોલ્‍ડ જ્‍યારે પૂજા રાણેએ સિલ્‍વર મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર સંઘપ્રદેશનું વધારેલું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચંદીગઢ, તા.03 : સેરેબ્રલ પાલ્‍સી સ્‍પોર્ટ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંતર્ગત દિવ્‍યાંગ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ વેલફેર ઑફ દાદરા નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ એસોસિએશન દ્વારા ચંદીગઢ ખાતે સંઘપ્રદેશના સેરેબ્રલ પાલ્‍સી (દિવ્‍યાંગ) રમતવીરો માટે તારીખ 28 થી 31 માર્ચ, 2024 દરમિયાન નેશનલ સી.પી. ટાઈક્‍વોન્‍ડો ચેમ્‍પિયનશિપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચેમ્‍પિયનશીપમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશોના રમતવીરો ઉપરાંત સમગ્ર ભારતમાંથી 14 રાજ્‍યોએ પણ ભાગ લીધો હતો.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવના દિવ્‍યાંગ રમતવીરોએ સૌપ્રથમ વખત ભાગ લીધો હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવના 4 રમતવીરો અને 2 કોચે ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં શ્રીમંથ બાલે ગોલ્‍ડ, પ્રિતેશ પટેલે ગોલ્‍ડ, મિહિરદીવાકરે ગોલ્‍ડ તથા પૂજા રાણેએ સિલ્‍વર મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને સમગ્ર સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું હતું.
આ ચેમ્‍પિયનશીપમાં સંસ્‍થાના ડાયરેક્‍ટર અને સેક્રેટરી નેહાબેન ચૌહાણ તથા પ્રેસિડેન્‍ટની તાલીમ અને માર્ગદર્શન હેઠળ દિવ્‍યાંગ રમત રમતવીરોએ ભાગ લઈ સંઘપ્રદેશનું નામ રોશન કર્યું હતું. જેમાં સંસ્‍થાના સભ્‍ય શ્રી કિર્તીભાઈ ભાનુશાલીનો પણ સહયોગ સહયોગ રહ્યો હતો.

Related posts

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ પદે વિલાસભાઈ ઠાકરીયાની બિનહરીફ વરણી

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્‍ટર ઝોન વોલીબોલ સ્‍પર્ધામાં ઝળહળતી સફળતા

vartmanpravah

Leave a Comment