October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના સાયલી ગામે નહેર નજીક કીચડમાંથી અજાણી યુવતીની હાથ પાછળ તરફ બાંધેલ અવસ્‍થામા લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ગામના સ્‍થાનિક વ્‍યક્‍તિને નહેર નજીક દુર્ગંધ આવતા તેમણે નજીક જઈને જોતાં કીચડમાં એક લાશ પડેલ હોવાનું નજરે પડયું હતું. તેમણે તાત્‍કાલિક પોલીસને ફોન કરતા સાયલી પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.એસ.આઇ. અને એમની ટીમ પહોંચી જતાં અને તપાસ કરતા કોઈ અજાણી યુવતી જેની (અંદાજીત ઉંમર 25 વર્ષ) જેણે કાળા કલરનું જીન્‍સ પેન્‍ટ અને બ્‍લ્‍યુ કલરનું ટી-શર્ટ પહેરેલું હતું અને એના બન્ને હાથો પાછળની તરફ બાંધેલા હતા. આ ઘટનાની જાણ થતાં દાનહ એસ.પી., સેલવાસ પી.આઇ.અને એમ્‍બ્‍યુલન્‍સ સાથે ડોક્‍ટરની ટીમ પહોંચી હતી. અનુમાનમાં આ લાશ ઘણા દિવસ જૂની હોવાનું માલૂમ પડતું હતું. પોલીસે લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. દાનહ પોલીસ દ્વારા આ ઘટનામાં યુવતીની હત્‍યા કરવામાં આવેલ છે કે પછી બીજું કોઈ કારણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment