Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

ગામલોકોમાં ફાટેલો વિરોધનો વંટોળઃ એજન્‍સી દ્વારા તળાવને ઊંડું કરાતું હોવાની ચર્ચા વચ્‍ચે તળાવની માટીનું બેધડક વેચાણ થઈ રહ્યું હોવાની પણ ગામલોકોની બૂમરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરવાનીથયેલી ચેષ્‍ટાથી ગામલોકોમાં ભારે વિરોધનો વંટોળ ફેલાયો છે અને તળાવની પાળની બાજુમાં રહેતા વારલીવાડના રહેવાસીઓ માટે તળાવ અકસ્‍માતનું કેન્‍દ્ર બને એવી ભીતિ પણ પ્રગટ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વારલીવાડ તળાવના કિનારે ગામલોકોના ઘર આવેલા છે. તે કિનારાથી 30 ફૂટ જેટલું ઊંડું ખોદવાથી ગામલોકોને મોતનું તળાવ બનવાનો ડર સતાવી રહ્યો છે. આ તળાવ ઊંડું કરવાની કામગીરી એજન્‍સી દ્વારા કરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ગામલોકોના જણાવ્‍યા પ્રમાણે તળાવમાંથી નિકળતી માટીનું વેચાણ પણ ખાનગી ધોરણે થઈ રહ્યું છે. તેથી આ સમગ્ર કાર્યવાહી ઉપર સંઘપ્રદેશ પ્રશાસન સ્‍વયં તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે એવી માંગ પણ પ્રબળ બની છે.

Related posts

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

Leave a Comment