October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

1987થી 2019 સુધી યોજાયેલ દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીમાં નારાયણ શ્રીનિવાસ ફૂગ્રો જ દીવ જિલ્લાના અત્‍યાર સુધીના એકમાત્ર એવા ઉમેદવાર છે કે જેઓ બીજા સ્‍થાને રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : 30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળતાંદમણ અને દીવ સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્‍તિત્‍વમાં આવ્‍યા હતા. ભારત સરકારે દમણ અને દીવ માટે લોકસભાની એક બેઠકની ફાળવણી કરી હતી.
લોકસભાની દમણ અને દીવ બેઠકની પેટા ચૂંટણી 7મી નવેમ્‍બર, 1987ના રોજ યોજાઈ હતી. તેમાં ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી ગોપાલભાઈ કલાણભાઈ ટંડેલ(દાદા)ને 17,27 મત મળ્‍યા હતા. જ્‍યારે તેમના હરિફ અપક્ષ ઉમેદવાર શ્રી નારાયણ શ્રીનિવાસ ફૂગ્રોને 9,303 મત મળ્‍યા હતા. આ ચૂંટણીમાં અન્‍ય પાંચ ઉમેદવારોએ અપક્ષ દાવેદારી કરી હતી અને તમામની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
શ્રી નારાયણ ફૂગ્રો ગોવા અને દમણ-દીવ વિધાનસભાના સ્‍પીકર પદે પણ રહી ચુક્‍યા હતા. 2019 સુધીની દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીમાં 1987ની પેટા ચૂંટણીમાં જ દીવના ઉમેદવાર બીજા સ્‍થાને રહ્યા હતા.

Related posts

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં પરીયાની ટીમ વિજેતા

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

Leave a Comment