September 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

ચણોદથી મોટી સંખ્‍યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે વાપીમાં જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
ચણોદ આંબેડકર ચોક પાસે હજારોની સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા. શણગારેલા વાહનો સાથે જય ભીમરાવના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી ભડકમોરા-ચાર રસ્‍તા-ગુંજન થઈને પરત ચણોદ આવી હતી. વાપી પોલીસના ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ નિકળેલી રેલી શાંતિપૂર્વ માહોલમાં પુર્ણ થઈ હતી. ભારતવર્ષ આજે પણ ડો.બાબા સાહેબને કૃતાર્થ છે. રાષ્‍ટ્રનું બંધારણ અને તેમની દિર્ઘ દૃષ્‍ટિ આધિન આજે લોકશાહી 75ના વર્ષ તેમના રચેલા બંધારણ આધિન પુર્ણ કર્યા છે. વાપીમાં ડો.બાબા સાહેબની જન્‍મ જયંતિ ખુબ ધૂમધામ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્‍ચે ઉજવાઈ હતી.

Related posts

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

સેલવાસમાં વિકાસના નામે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનો લેવાઈ રહ્યો છે ભોગ

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment