October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

વલસાડ દિવેટમાં રહેતા એન્‍જિનિયર દિનેશ પટેલ કાર લઈ ગાંધીનગર જતા હતા ત્‍યારે અકસ્‍માત નડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ નંદવાલા હાઈવે ઉપર સતત બીજા દિવસે પણ અકસ્‍માતની ઘટના ઘટી હતી. આર.એન.બી.ના અધિકારી વલસાડથી ગાંધીનગર જઈ રહ્યા હતા ત્‍યારે નંદવાલા હાઈવે ઉપર કાર આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
વલસાડ દિવેટ ગામે રહેતા અને સુરત કામરેજમાં આર.એન.બી.માં આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર તરીકે ફરજ બજાવતા દિનેશ પટેલ મંગળવારે સવારે ઘરેથી તેમની હોન્‍ડા સીટી કાર નં.જીજે 21 સીડી 4051 લઈને ગાંધીનગર જવા નિકળ્‍યા હતા. કાર વલસાડ નંદવાલા હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્‍યારે આગળ જતી ટ્રક સાથે કાર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. તે સમયે અમદાવાદ એલ.સી.બી.નો પોલીસ સ્‍ટાફ આરોપીને લઈ અમદાવાદ જતો હતો. અકસ્‍માત જોતા રોકાઈ ગયો હતો. 108 એમ્‍બ્‍યુલન્‍સ ફોન કરી કારમાં ફસાઈ ગયેલા ઘાયલ દિનેશ પટેલને બહારકાઢયા હતા. સારવાર માટે ખસેડાયા હતા. 108ના સ્‍ટાફને કારમાંથી રોકડા રૂપિયા-સોનાની ચેન અને લેપટોપ મળી આવ્‍યા હતા. 108ના પાયલોટ બીપીન પટેલ અને ઈએનટી માનસી પટેલએ પંચો, રૂબરૂ રૂરલ પોલીસમાં જમા કરાવીને માનવતા સહિત બેમીસાલ ઈમાનદારી પુરી પાડી હતી.

Related posts

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment