Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

દાનહમાં ડેલકર પરિવાર પણ ભાજપના શરણે આવતાં વિરોધની રાજનીતિ કરવાવાળા હવે એકલા અટૂલા પડયાઃ દમણ-દીવમાં પણ દેખાતી અસર


લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકની ચૂંટણીમાં આ વખતે કોઈપણ પ્રકારની ઉત્તેજના દેખાતી નથી. આવતી કાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે અને સોમવારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ આ બંને બેઠક ઉપરનું ચિત્ર સ્‍પષ્‍ટ થશે.
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કરેલા સર્વાંગી વિકાસ કામો અને લોકોના ભવિષ્‍યને સુરક્ષિત બનાવવા શરૂ કરેલા કારકિર્દીલક્ષી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટોની અસર પણ લોકોના દિલ અને દિમાગ ઉપર દેખાઈ રહી છે. પ્રદેશમાં કથળેલી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને સુધારવા પ્રશાસને અપનાવેલી કડક રીતિ-નીતિનો ફાયદો પણ શાસક પક્ષને મળી રહ્યો છે.
દાદરા નગર હવેલીની બેઠકમાં ભાજપના પરંપરાગત વિરોધી તરીકે ઉભરેલા ડેલકર પરિવારે પણ છેલ્લે ભાજપની ટિકિટ લઈ પોતાનું ભવિષ્‍ય સલામત કરવાના અપનાવેલા વલણની અસર પડોશના દમણ અને દીવ લોકસભા મત વિસ્‍તારમાં પણ થઈ રહી છે. કારણકે, પ્રદેશમાં દરેક રીતે તાકાતવર ગણાતું ડેલકર પરિવારને પણ ભાજપના ઘૂંટણિયે પડવાની ફરજ પડતી હોય ત્‍યારે બીજા કોઈની વિસાત પણ નહીં હોવાની લાગણી દેખાઈ છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા સાત-આઠ વર્ષ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી. વિકાસના મુદ્દે બાંધછોડ નહીં કરવાની અપનાવેલી પ્રશાસનિક નીતિના કારણે કેટલાકને મનદુઃખ થવું સ્‍વભાવિક છે. પરંતુ જે લોકો પહેલાં પ્રશાસનનો વિરોધ કરતા હતા તેમને પણ વાસ્‍તવિકતાનું ભાન થતાં તેઓ સૌથી મોટા પ્રશાસનના પ્રશંસક પણ બન્‍યા છે. જ્‍યારે કેટલાક લોકો એવા છે કે, તેમની દુકાન જ પ્રશાસનના વિરોધ ઉપર ચાલે છે. તેની જાણકારી પણ સામાન્‍ય લોકોને થઈ જતાં હવે વિરોધ કરનારાઓ પણ પોતાને એકલા અટૂલા હોવાની લાગણી મહેસૂસ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઇતિહાસમાં સંભવતઃ પહેલી વખત શાસક પક્ષ માટે હકારાત્‍મકતાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. જેના કારણે પણ ચૂંટણીમાં હાલ તુરંત કોઈ ઉત્તેજના દેખાતી નથી અને લોકો વિકાસની રાજનીતિ તરફ વળી રહ્યા હોવાના સકારાત્‍મક સંકેત મળી રહ્યા છે.

Related posts

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

Leave a Comment