September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી ખાતે ખરીદી કરવા આવેલ વંકાલ ગામનો યુવાન ગુમ થતાગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સથે મિલન કરાવ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ કાયદા વ્‍યવસ્‍થાની જાળવણી અને કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે વાહન ચેકિંગ દરમ્‍યાન પોલીસને તાલુકાના વંકાલ ગામના સંધ્‍યાવાડ ખાતે રહેતા ભરતભાઈ પરસોતભાઈ પટેલે ફરજ ઉપર હાજર પીએસઆઈ એચ.એસ.પટેલ પાસે જઈ સમગ્ર હકીકતથી વાકેફ કરી તેઓને જણાવેલ કે અમો પરિવાર સાથે ચીખલી એસટી બસ ડેપો પાસે ખરીદી કરી રહ્યા હતા. દરમ્‍યાન પુત્ર પરીનનું માતા સાથે કોઈ વાતમાં મતભેદ જે ગાડીમાં આવી બેસી ગયો હતો. બાદ ખરીદી કરી ગાડી પાસે પરત ફરતા પુત્ર ગાડીમાંથી ઉતરીને કયાંક ચાલ્‍યો ગયો હતો. અને તેનો ફોન પણ સ્‍વીચ ઓફ આવતા હાઇવે ચાર રસ્‍તા પાસે પેટ્રોલિંગ કરતી ચીખલી પોલીસના પીએસઆઈ એચ.એસ.પટેલ પાસે જઈ ઘટનાથી વાકેફ કરતાં ઘટનાની ગંભીરતા સમજી પી.એસ.આઇ-એચ.એસ.પટેલે તેમના સ્‍ટાફને બોલાવી સમગ્ર હકીકતથી વાકેફ કરી પરીનનીની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન જાણવા મળેલ કે પરિન તેની ચીખલીના ખૂંધ ખાતે રહેતી ફોઈ પુષ્‍પાબેનને ત્‍યાં હોવાની માહિતી મળતા પિતા દીપકભાઈસાથે ખુંધ ગામે જઈ તેને સમજાવી માતા-પિતા સાથે રાજી – ખુશીથી ઘરે મોકલાવી સંવેદનશીલ અભિગમનો સકારાત્‍મક ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

Related posts

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment