October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગના નિર્દેશન હેઠળ દમણ જિલ્લામાં તા. 17 થી 31 મે 2024 દરમિયાન ઉચ્‍ચ સ્‍તરીયસમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ શિબિરમાં એથ્‍લેટિક્‍સ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્‍ટન, કબડ્ડી, ખો-ખો અને અન્‍ય રમતોનો સમાવેશ થાય છે. 15 દિવસીય તાલીમ શિબિરમાં સબ-જૂનિયર અને જુનિયર કેટેગરીના છોકરાઓ અને છોકરીઓ ભાગ લઈ શકશે. આ કેમ્‍પ દરરોજ સવારે 6.00 થી 8.00 અને સાંજે 4.30 થી 6.30 સુધી વિનામૂલ્‍યે યોજવામાં આવશે.
તાલીમમાં ઉત્‍કળષ્ટ દેખાવ કરનાર તમામ રમતગમતના તાલીમાર્થીઓનું સન્‍માન કરવામાં આવશે. તમામ રમતો માટેની તાલીમ વિશેષ રમત પ્રશિક્ષકો દ્વારા આપવામાં આવશે.
સમર સ્‍પોર્ટ્‍સ -શિક્ષણ શિબિરમાં ભાગ લેવા સંબંધિત વધુ માહિતી માટે, જિલ્લાના ખેલાડીઓ રમતગમત અને યુવક કલ્‍યાણ વિભાગ, દમણની કચેરીનો કાર્યકારી દિવસોમાં સવારે 10 થી સાંજે 5 દરમિયાન સંપર્ક કરી શકે છે.

Related posts

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

vartmanpravah

વાપી ટાઉન પોલીસે ટુ-વ્‍હીલર ચોરતી-ખરીદતી ગેંગના છ આરોપી ઝડપી 3 વાહનો કબ્‍જે કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment