August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ જીઆઇડીસી નજીક દેહરી ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ ગાલામાં કાર્યરત કોસ્‍મેટીક બનાવતી જે કે લાઈફ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. બપોરના સમયે બનવા પામેલી ઘટનામાં કંપનીમાં રાખેલ કોસ્‍મેટિક વસ્‍તુઓની ઉત્‍પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જવનશીલ પદાર્થોમાં એકાએક ધડાકા સાથે આગ લાગતા ભયના વાતાવરણ સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગની તીવ્રતાના કારણે કંપનીમાં કામ કરી રહેલા કામદારો કંપનીની બહાર નીકળે એ પહેલા 15 જેટલા કામદારો દાઝી જવા પામ્‍યા હતા. જેમાંથી ઘણાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આગના કારણે ઈજાગ્રસ્‍ત થયેલા કામદારોમાંથી મમતા હોસ્‍પિટલ તેમજ વાપીની સૂર્યા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. આગ લાગવાની ઘટના સાથે થયેલા ધડાકાના કારણે આગનીતીવ્રતા વધુ ઝડપી હતી. જેના કારણે કંપનીમાં કામ કરતા તેમજ આગને ઓલવવાનો પ્રયાસ કરનાર બાજુની કંપનીના કામદારો પણ ઈજાગ્રસ્‍ત થવા પામ્‍યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટના સ્‍થળ પર ધસી આવેલી વાપી તેમજ ઉમરગામના ફાયર બ્રિગેડ જવાની ટીમે આગ ઉપર કાબુ મેળવે ત્‍યાં સુધીમાં કંપનીમાં રાખેલ રો-મટીરીયલ, ફિનિશ ગુડસ સહિતની સામગ્રીને ભારે નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment