July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

મૃતક દાદરાની કંપનીમાં નોકરી કરતા સિક્‍યોરિટી ગાર્ડ લાલબહાદુર ટોમય ઓળખ થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપીના ગાંધી સર્કલ નજીક સોનોરસ બિલ્‍ડીંગના સામેના રસ્‍તા પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વાપીના ગાંધી સર્કલ નજીક ગત સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતદેહ જોઈને લોકો એકઠા થઈ ગયા હતા ત્‍યારે આસપાસના લોકોના જણાવ્‍યા મુજબ યુવક સવારથી આંટાફેરા મારતો હતો તેમજ ચિક્કાર દારૂ પિધેલો જણાતો હતો. ત્‍યારબાદ ગરમીમાં તે ઢળી પડયો હતો. ગીતાનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્‍થળે આવી તપાસ હાથ ધરી હતી. કેટલાક નેપાળીઓને બોલાવવામાં આવ્‍યા હતા. જેથી ઓળખ થઈ શકી હતી. મૃતક યુવકનું નામ લાલબહાદુર દિલબહાદુર ટોમય હતું. જે મૂળ નેપાળમાં રહેતો હતો તેમજ દાદરા મધુસુદન રેટોન્‍સ પ્રા.લી.માં સિક્‍યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને સામાન લઈ નેપાલ જવા નિકળ્‍યો હતો. તે આધારે પરિવારના સભ્‍યોને બોલાવી તેમની હાજરીમાં પંચનામુ કરી મૃતદેહને પી.એમ. માટે મોકલીઆપ્‍યો હતો. પ્રાથમિક તારણમાં દારૂ પીધેલી હાલતમાં ગરમીના કારણે મોતને ભેટયો હોવાનું અનુમાન લગાવાયું છે.

Related posts

દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં વ્‍યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ

vartmanpravah

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

NITI આયોગે CSE અને ‘વેસ્ટ મુજબના શહેરો’ રિલીઝ કર્યા – મ્યુનિસિપલ ઘન કચરા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રયાસોનું સંકલન

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

Leave a Comment