ઝાડના છાંયડો તેમનું એકમાત્ર આશ્રય સ્થાન બની રહ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: છેલ્લા સપ્તાહથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગરમીનો પારો ખુબ વધી રહ્યો છે. કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે ત્યારે માનવ જાતનો વૈકલ્પિક ભૌતિક સુવિધાઓથી ગરમીનો સામનો કરી રહેલ છે પરંતુ અબોલ જીવો મુક પ્રાણીઓ બપોરે જ્યાં ઝાડનો છાંયડો મળે ત્યાં બેસી ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગને લઈ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વૃક્ષો ઘટી રહ્યા છે તેથી ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ગરમીને નાથવા માટે વૃક્ષો વાવવા, સાચવવા અને જતન કરવા જરૂરી છે. ગરમીના દિવસોમાં પશુ-પંખીઓને પાણીની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે રખડતા જાનવરો, કુતરાઓ માટે ઘર આંગણે સોસાયટીઓમાં પાણીની ટાંકીઓ ભરી રાખવી જરૂરી છે. પંખીઓ માટે કુડાઓમાં બાલ્કની કે યોગ્ય સ્થળે પાણી ભરવાની જરૂરીયાત છે. અબોલ જીવોનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. માનવી તો ગરમીમાં એ.સી., પંખા, ઘરની શીતળછાંયમાં આશરો મેળવી ગરમીનો સામનો કરે છે પણ અબોલ જીવોની સાર-સંભાળ રાખવી આપણી ફરજ બને છે.

