April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલ ખેરારબારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે અને હાલમાં ઉનાળાની સિઝનમાં ગામમાં એક માત્ર કૂવાનું પાણી પણ સુકાઈ જવાને કારણે ગવનપાડામાં પીવાના પાણી માટે સૌથી મોટી સમસ્‍યા છે.
સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર હાલમાં પીવાના પાણી માટે જે કૂવાઓ છે એનાતળિયા પણ સુકાઈ ગયા છે અને અગાઉ બોરમાં પણ પાણી નથી આવતું. જેથી ગામની નજીકથી પસાર થતી ખનકીના કિનારાના ભાગે ખાડો ખોદી પાણી શોધવાનો પ્રયાસ કરીએ છીએ. સાંજે ખાડો ખોદીએ તો સવાર સુધીમાં થોડા અંશે પાણી ભેગુ થઈ જાય છે જેનો ઉપયોગ ગામના લોકો કરે છે. પ્રશાસન દ્વારા અમારા ગામમાં પાણીના ટેન્‍કર પણ મોકલવામાં આવતા નથી. આ સમસ્‍યા અંગે ગામના સરપંચશ્રીને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ ધ્‍યાન આપતા નથી અને ગામમાં જે ઓપરેટર છે એમને પણ જ્‍યારે પાણી માટે કહીએ છીએ તો તે ગામના લોકોને જ ધમકાવે છે.
હાલમાં ગામમાં સરપંચશ્રીને ફોન કરીએ ત્‍યારે માંડ એક ટેન્‍કર પાણી આવે છે જેથી અમારે પીવા માટે અને ઘર વપરાશ માટે આવી રીતે ખાડા ખોદી પાણી શોધવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી આ સમસ્‍યા અંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરીએ છીએ પણ અમારી સમસ્‍યા તરફ ધ્‍યાન આપવામાં આવતુ નથી. હાલમાં જે જમીનમાંથી પાણી મળે છે તે પણ ડહોળુ હોય છે પરંતુ અમારી પરિસ્‍થિતિ એવી છે કે અમે જઈએ તો કયા જઈએ પ્રશાસન દ્વારા અમારી સમસ્‍યા અંગે યોગ્‍ય ઉકેલ લાવવામાં આવે એવી અમારી માંગ છે.

Related posts

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

Leave a Comment