October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સતાડીયા ગામે થયેલી મારામારીમાં એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સતાડિયા મંદિર ફળીયા ખાતે રહેતી હીનાબેન નરેશભાઈ પટેલ (ઉ.વ-50) જે રવિવારની સવારના સમયે ઘરની બાજુમાં આવેલ ખેતરમાં કામ કરી રહી હતી. દરમ્‍યાન જેઠનો છોકરો નિકુંજ પટેલ, સાવંત પટેલ તથા કૈલાશબેન અમારા ખેતરમાં આવેલ પાણીના કુવા પાસે મોટર ગોઠવતા હતા. ત્‍યારે અત્‍યારે મોટર ન મુકવા અને કાકા નરેશભાઈ આવે પછી મુકવા માટે જણાવતા કૈલાશબેને જણાવેલ કે આ સહિયારી છે. આ કૂવો દાદાનો છે. જેથી અમારો પણ હક છે. અમારે કોઈને પૂછવાની જરૂરી નથી. તેમ જણાવી નિકુંજભાઈ દોડી આવી માથાના ભાગે ઢીક્કા-મુક્કીનો માર મારી અને ત્‍યાં ઉભી રહેલ સવંતભાઈ અને કૈલાશબેન મને મારવા માટે દોડી આવેલ અને જણાવેલ કે આ કૂવામાં અમો ભાગ લઈને રહીશું તમારાથી થાય એ કરી લો તેમ કહી નાલાયક ગાળો આપી આજે તો તમો બચી ગયેલ છે. બીજી વાર મળશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપેલ બાદ પતિ નરેશ પટેલ ત્‍યાં આવતા તેને પણ નિકુંજભાઈએ માર મારેલ હતો.
ઉપરોક્‍ત મારામારીના બનાવમાં હીનાબેન પટેલને શરીરે ઈજા થતાં 108 ની મદદથી રૂમલા સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગેની ફરિયાદ હીનાબેન નરેશભાઈ પટેલ (રહે.સતાડીયામંદિર ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે નિકુંજ હસમુખભાઈ પટેલ, સાવંત હસમુખભાઈ પટેલ, કૈલાશબેન હસમુખભાઈ પટેલ (ત્રણેય રહે.સતાડિયા મંદિર ફળીયા તા.ચીખલી) વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હે.કો-નીતિનભાઈ ગમનભાઈ કરી રહ્યા છે.

Related posts

દમણની સરકારી કોલેજમાં હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે આયોજીત હિન્‍દી પખવાડાનું સમાપન

vartmanpravah

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

vartmanpravah

મુસ્‍કાન ટીમે ફૂટપાથ પર રહેતા બાળકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

Leave a Comment