July 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

પારડીના આમળીનો ધીરજ નરેશ પટેલ, સુખેશના કૃતિક પટેલ અને મિતલ મનોજ પટેલની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ધરમપુરમાં ગતરાત્રે આઠ વાગ્‍યાના સુમારે ત્રણ યુવાનો નકલી પોલીસ બનીને ચિકન શોપ સંચાલકને ધમકી આપી 10 હજારનો તોડ કરવાનો કારસો પાર પાડે તે પહેલા અસલી પોલીસે પારડી તાલુકાના આમળી અને સુખેશ ગામના ત્રણ યુવાનોને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના બોર્ડરમાં આવેલ ખામદહાડ ખાતે બેલુ મંગલુ ગવડી ચિકન શોપ ચલાવે છે. સોમવારે રાત્રે ત્રણયુવાનો પોલીસનો સ્‍વાંગ રચીને ચિકન શોપ સંચાલકને ધમકી આપી હતી અને પોલીસવાળા છીએ તારી વિરૂધ્‍ધ દારૂ વેચાણની અરજી મળે છે. જો પતાવટ કરવી હોય તો 10 હજાર રૂપિયા આપ. ચિકન શોપ સંચાલક બેલુને શંકા જતા તેને પોલીસ હોવાના પુરાવા માંગતા ત્રણેય ફસડાઈ પડતા દુકાનેથી બાગી છૂટયા હતા. પણ બેલુએ બુમાબૂમ કરતા લોકોએ એકને પકડી લીધો હતો. નામ પૂછપરછ કરતા તેણે ધીરજ નરેશ પટેલ પારડી આમળી હોવાનું જણાવેલ તેથી ચિકન શોપ સંચાલકે પોલીસને જાણ કરતા પી.એસ.આઈ. આર.કે. પ્રજાપતિ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. પકડાયેલ યુવકને અન્‍ય બે ના નામની પૂછપરછ કરતા ધીરજ પોપટની જેમ બોલી ગયો હતો. જણાવેલ અન્‍ય કૃતિક ઈશ્વર પટેલ અને મિત્તલ મનોજ પટેલ બન્ને રહેવાસી સુખેશ ત્‍યાર બાદ પોલીસે ભાગી છૂટેલ બે યુવકોને ઝડપી પાડી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે શોપ સંચાલક બેલુ મંગલુ ગવડીએ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્‍તર સુધીના શિક્ષણને લોકાભિમુખ-વિદ્યાર્થીલક્ષી બનાવવા કરેલા અનેક પ્રયાસો

vartmanpravah

ચીખલી પોલીસે થાલા ને.હા. સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી થતી કેમિકલ ચોરીનો કરેલો પર્દાફાશ

vartmanpravah

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

Leave a Comment