Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી: ‘બોટમ લાઇન-2024‘માં ફેશન સ્‍નાતકોનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.28: નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં તેની માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ બે વર્ષનો અનુસ્‍નાતક કાર્યક્રમ 2022માં દમણ કેમ્‍પસમાં નવ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયો હતો. તેના અંતિમ સત્રમાં, તેણે ટેક્‍સટાઇલ અને એપેરલ ઉદ્યોગમાં તેના ગ્રેજ્‍યુએશન પ્રોજેક્‍ટ્‍સ પૂર્ણ કર્યા. વિદાય આપવા માટે, ‘બોટમ લાઇન 2024′ નામની ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઈવેન્‍ટનું ઉદ્‌ઘાટન NIFTના રિસર્ચ હેડ ડૉ. સિબિચન મેથ્‍યુએ કર્યું હતું. સ્‍થાપક નિયામક ડૉ. જોમિચન થતાથિલ, NIFTના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકુર જોહરી (એસોસિએટ વાઈસ પ્રેસિડેન્‍ટ, ટાટા કન્‍સલ્‍ટન્‍સી સર્વિસિસ), શીતલ સોની (પ્‍લાનિંગ હેડ, સેલિયો) અને શ્રી અમિત કુમાર (ફેશન રીટેલ કન્‍સલ્‍ટન્‍ટ)એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમની અધ્‍યક્ષતા નિયામક શ્રી સંદીપ સચાન દ્વારા કરવામાં આવી હતી અને કોર્સ કો-ઓર્ડિનેટર શ્રી વિદુ શેખર પી.એ સૌનું સ્‍વાગત કર્યું હતું.

Related posts

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

vartmanpravah

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment