October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ આમલી 66કેવી રોડ પર ટેમ્‍પો સાથે ટકરાયેલી કારના ચાલકને ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ-પીપરીયા રીંગરોડના સર્વિસ રોડ પરથી આમલી 66કેવી રોડ તરફ ટેમ્‍પો નંબર ડીએન-09 ક્‍યુ-9828 આવી રહ્યો હતો અને નગરપાલિકા રોડથી પીપરીયા પુલ તરફ બ્રીઝા કાર નંબર ડીડી-01 એ-6504ના ચાલક સુધીર રમન પાઠક આવી રહ્યા હતા. તેઓએ ગફલતભરી રીતે ગાડીને ટર્ન મારવાનો પ્રયાસ કરતા સામેથી આવી રહેલ ટેમ્‍પોમાં ધડાકાભેર ટકરાયા હતા, જેમાં કારચાલક સુધીર પાઠકને ઈજા પહોંચી હતી. તેમની કારને પણ નુકસાન થયું હતું. આ અકસ્‍માતને જોતા નજીકમાં ટેમ્‍પો સ્‍ટેન્‍ડ પર ઉભેલા લોકો દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી સુધીર પાઠકને સારવાર અર્થે ખાનગીહોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

Related posts

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

ભાજપની ત્રણ રાજ્‍યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

Leave a Comment