Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસના બહુમાળી કોમ્‍પલેક્ષમાં પાર્કિંગ કરેલા વાહનોમાંથી પાર્ટ્‍સની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

સીસીટીવી ફૂટેજમાં મોડી રાત્રે એક વાગ્‍યાના સુમારે કોઈ અજાણ્‍યો ઈસમ પાર્ક કરેલ મોપેડ અને બાઈકોમાંથી પાર્ટ્‍સ, રૂપિયા અને પેટ્રોલની ચોરી કરતો જોવા મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : સેલવાસ ખાતેના બહુમાળી કોમ્‍પલેક્ષમાંથી એક જ રાતમાં 14થી વધુ દ્વિચક્રી વાહનોમાંથી પાર્ટસ, રૂપિયા અને પેટ્રોલની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયો હતો.
પ્રાપ્તમાહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સરકારી કર્મચારીઓને રહેવા માટે સેલવાસમાં બહુમાળી કોમ્‍પલેક્ષનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં વર્ષોથી રહેતા કર્મચારીઓ રાબેતા મુજબ નોકરી પરથી આવી પોતપોતાના વાહનો બિલ્‍ડીંગ નજીકના પાર્કિંગ એરિયામાં પાર્ક કરે છે. સવારે જ્‍યારે ફરી નોકરી પર જવાના સમયે ચેક કરતા તેઓના મોપેડના સાઈડ ગ્‍લાસ કોઈએ કાઢી નાખેલા જોવા મળ્‍યા, તો કેટલાક મોપેડની ડીકીઓ પણ તૂટેલી હાલતમાં અને એની અંદરથી સામાન પણ ચોરાયેલો જોવા મળ્‍યો હતો. તો કેટલીક બાઈકો અને મોપેડમાંથી પેટ્રોલ પણ ચોરાયુ હોય એવું લાગતા કોમ્‍પ્‍લેક્ષમાં એક અધિકારીએ પોતાના ક્‍વાટર્સ બહાર લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગતરોજ મોડી રાત્રે એક વાગ્‍યાના સુમારે કોઈ અજાણ્‍યો ઈસમ પાર્ક કરેલ મોપેડ અને બાઈકોમાંથી પાર્ટ્‍સ, રૂપિયા અને પેટ્રોલની ચોરી કરતો જોવા મળ્‍યો હતો.

Related posts

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે કલેટક્‍ટરની અધ્‍યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર સ્‍થળોએ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment