July 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીજ કંપનીના સ્‍ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્‍સફોર્મર ટેમ્‍પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા

બલીઠા વીજ કંપનીના આસિસ્‍ટન લાઈનમેન સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્‍તારમાંથીપેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધરમપુર બરૂમાળ ચાર રસ્‍તા ઉપર એક ખાનગી ટેમ્‍પો, ત્રણ ટ્રાન્‍સફોર્મર ભરીને પસાર થયો હતો. વીજ કંપનીની ટીમે ટેમ્‍પો ચાલક પાસે ટ્રાન્‍સફોર્મર (ડી.પી.) અંગેના બિલ કે પુરાવા માંગ્‍યા હતા. જે રજૂ કરી શકેલ નહીં તેથી ટેમ્‍પોને વાપી બલીઠા વીજ કંપનીમાં લાવવામાં આવ્‍યો હતો. જ્‍યાં પૂછપરછ કરતા ચાલકે જણાવ્‍યું હતું કે, આસિસ્‍ટન વીજ લાઈન મેને ટ્રાન્‍સફોર્મર ભરાઈ આપ્‍યા હતા.
બલીઠા વિજ કંપનીના સ્‍ટોરમાંથી આસિસ્‍ટન લાઈનમેન અને અન્‍ય ત્રણ મળી ચાર ઈસમોએ ત્રણ ટ્રાન્‍સફોર્મર ચોરી કરીને ટેમ્‍પોમાં રવાના કર્યા હતા. પરંતુ આ ટ્રાન્‍સફોર્મર સગે વગે થાય તે પહેલા ધરમપુર, બરૂમાળ ચોકડી ઉપર વીજ કંપનીની ચેકિંગ ટીમના હાથે ટેમ્‍પો ઝડપાઈ ગયો હતો. ટેમ્‍પોને બલીઠા લાવવામાં આવ્‍યો હતો. ટેમ્‍પો તથા રૂા.1.56 લાખના ટ્રાન્‍સફોર્મર મુદ્દામાલ તરીકે કબજે કરાઈને વાપી ટાઈન પો.સ્‍ટે.માં ચાર વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે પૈકી લાઈનમેન અને અન્‍ય બે મળી ત્રણની ધરપકડ કરાઈ હતી. ચોથા આરોપીની પોલીસે તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

બેંક અને એટીએમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને દીવની બેંકોએ, બેંકો અને એટીએમ પર 24 કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા કલેક્‍ટર સલોની રાયનો આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment