October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

પારડી પોલીસે સાચું કારણ જાણવા પરિવારજનોના લીધા નિવેદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી તાલુકાના સુખેશ ગામે ખાડી ફળિયા ખાતે સ્‍મશાનભૂમિની બાજુમાં રહેતા અને સોનવાડા વચલા ફળિયાના એવા જયેશભાઈ કીકુભાઈ કો. પટેલ ઉ.વ. 38 ના પરિવારજનો રવિવારના રોજ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. અને જયેશ ઘરે એકલો હાજર હતો ત્‍યારે જ્‍યેશે સવારે 9 થી 11:30 ના સમયગાળા દરમિયાન તેના ઘરના બેડ રૂમમાં પંખા સાથે સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કોઈ સંબંધી ઘરે આવતા જયેશને ફાંસો ખાધેલો જોઈ ગભરાઈ ગયા હતા. અને પરિવારજનોને તથા આજુબાજુના લોકો તેમજ ગામના સરપંચના પતિ ચંદ્રકાન્‍તભાઈ પટેલને જાણ કરાતા તેવો પણ દોડી આવ્‍યા હતા અને આ અંગેની જાણપારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી જયેશના મૃતદેહનો કબજો મેળવી પારડી સી.એચ.સી. ખાતે લાવી પી.એમ. કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જયેશભાઈ અચાનક કરેલા આપઘાતનું કારણ બહાર આવ્‍યું નથી જે જાણવા પોલીસે પરિવારના જરૂરી નિવેદન લેવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી.

Related posts

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

Leave a Comment