October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

રોડ, લાઈટ અને પાણીની સમસ્‍યાના ઉકેલ માટે જિલ્લા પંચાયત, નગરપાલિકા, જાહેર બાંધકામ તથા ડીડીપીડીસીએલ જેવા વિભાગો કાર્યરતઃ ઉકેલ માંગતી અનેક સમસ્‍યાઓની યોગ્‍ય પ્‍લેટફોર્મ અંતર્ગત રજૂઆત કરી તેના નિરાકરણ માટે પ્રયાસ કરવાનું સાંસદનું પ્રથમ કર્તવ્‍ય

લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થવા આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. મંગળવારે લગભગ બપોરના 12:30 વાગ્‍યા સુધી આ બંને બેઠકોના પરિણામના ફટાકડા ફોડવા વિજેતા ઉમેદવારોના કાર્યકરો વ્‍યસ્‍ત બની ગયા હશે.
આપણે આગળ ચર્ચા કરી ગયા એ રીતે વિધાનસભા નહીં ધરાવતા કેન્‍દ્ર શાસિત પ્રદેશો માટે સાંસદનો મોભો પ્રદેશના મુખ્‍યમંત્રીથી પણઓછો નહીં હોય એવી સ્‍થિતિ નજીકના ભૂતકાળમાં હતી. પરંતુ દેશમાં મોદી સરકારના આગમન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સાંસદ પોતે સરકાર નહીં પરંતુ પ્રજાનો પ્રતિનિધિ હોવાની લાગણી દૃઢ બનાવી છે.
દમણ અને દીવ તથા દાદરા નગર હવેલીમાં અનેક વણઉકેલી સમસ્‍યાઓ અકબંધ છે. જેની સફળ અને ધારદાર રજૂઆત લોકસભા અને સરકાર સમક્ષ કરવી જરૂરી છે. ભૂતકાળમાં સાંસદો મોટાભાગે પોતાના વિસ્‍તારની રોડ, લાઇટ અને પાણીની સમસ્‍યાની રજૂઆતો કરતા જ જોવા મળ્‍યા છે. રોડ, લાઇટ અને પાણીની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ પ્રશાસન પાસે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ છે. જાહેર બાંધકામ અને ડી.એન.એચ. અને ડી.ડી. પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન રોડ, પાણી તથા વિજળીની સમસ્‍યાના નિરાકરણ માટે વચનબધ્‍ધ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષિત બેરોજગારોને નોકરી માટે ડોમિસાઈલના રાખવામાં આવેલા 20 માર્ક્‌સ નામદાર સુપ્રિમ કોર્ટે એક કેસના ચુકાદા દરમિયાન કાઢી નાંખવાનો આદેશ કર્યો છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ધરાવતા શિક્ષિત બેરોજગારોને ખુબ મોટો અન્‍યાય થઈ રહ્યો છે. જેની સામે પ્રદેશના સાંસદોએ ભારત સરકાર અને લોકસભામાં રજૂઆત કરી ‘બી’ ગ્રુપ સુધીની નોન ગેઝેટેડસરકારી ભરતીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષિત બેરોજગારોમાંથી જ થાય તેવી વ્‍યવસ્‍થા કરાવવી જોઈએ. આ પ્રકારની અનેક ઉકેલ માંગતી સમસ્‍યાઓ પડેલી છે. હાલના દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઉમેદવારો પૈકી જે સાંસદ બનવા માટે ભાગ્‍યશાળી બનશે તેઓ પોતાના આપેલા વચનો અને પ્રદેશના લોકોની જરૂરિયાતોને સંતોષવા કેવી રણનીતિ અપનાવે તેના ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જરૂરી બનશે.
(સંપૂર્ણ)

Related posts

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્‍યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ પર જતા અરજદારો અટવાયા

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

Leave a Comment