Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દમણથી મિત્રો સાથે દૂધની ગામે ફરવા આવેલ યુવાન દમણગંગા નદીમાં ન્‍હાવા જતા ડૂબી જતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધ્રુવ સુરેશ પટેલ (ઉ.વ.19) રહેવાસી ભરવાડ ફળિયા મગરવાડા, મોટી દમણ. જે તેના મિત્રો સાથે દાદરા નગર હવેલીના દૂધની અને આજુબાજુના પર્યટન સ્‍થળોએ ફરવા ગયા હતા. આજે બપોરે એક વાગ્‍યાના સુમારે તમામ મિત્રો ભેગા થઈ નીચલા મેઢા, વાઘચૌડા ગામથી વહેતી દમણગંગા નદીમાં ન્‍હાવા માટે ઉત્‍સાહિત બની હતા નદીમાં કૂદકો માર્યો હતો. ત્‍યારબાદ તે નદીના પાણીની અંદર જ ફસાઈ ગયો હતો. ધ્રુવ પાણીમાં ઉપર નહિ દેખાતા મિત્રોએ એની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ કરવા છતાં પણ ધ્રુવ ક્‍યાંક મળી આવ્‍યો નહીં હતો. ગભરાયેલા મિત્રોએ આ ઘટના અંગે સ્‍થાનિક ગ્રામજનોને કરી હતી. ગ્રામજનો તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને નદીના પાણીની અંદર ધ્રુવની શોધખોળ શરૂ કરી હતી, તે દરમ્‍યાન કાદવમાં ફસાઈ ગયેલ હાલતમાં ધ્રુવ મળી આવ્‍યો હતો. સાથે બીજો એક મિત્ર પણ ડૂબતા ડૂબતા બચી ગયો હતો, જેને પણતાત્‍કાલિક બહાર કાઢી ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે સબ જિલ્લા હોસ્‍પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્‍યા હતાં જ્‍યાં ફરજ પરના તબીબે ધ્રુવને મૃત જાહેર કર્યો હતો અને એના મિત્રને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે દ્રવિડ સુરેશ પટેલ- રહેવાસી મગરવાડા, મોટી દમણનાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી. 174 મુજબ ગુનો નોંધી વધુ તપાસ દૂધની પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.એસ.આઈ. લીલાધર મકવાણા કરી રહ્યા છે.

Related posts

ઘેજ ગામની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

છ મહિનાથી વોન્‍ટેડ પલસાણામાં થયેલ લૂટના આરોપીને ઝડપવામાં સફળતા મેળવતી પારડી પોલીસ

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment