October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

ઓઝર ગામે પતિ-પરિવાર સાથે રહેતી શેફાલીબેન રાકેશ પટેલએ અગમ્‍ય કારણોસર આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી પરિણિતાઓના આપઘાતના કિસ્‍સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવો વધુ એક આત્‍મહત્‍યાનો બનાવ વલસાડના ઓઝર ગામે બન્‍યો છે. પરિણિતા બપોરે ઘરે એકલી હતી ત્‍યારે અંદરનો રૂમ બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધાના બનેલા બનાવે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના ઓઝર ગામે 25 વર્ષિય શેફાલીબેન રાકેશભાઈ પટેલ પરિવાર પતિ-સાસુ સસરા સાથે બાવીસી ફળીયામાં રહેતી હતી. ગતરોજ પતિ રાકેશ દુકાને જવા નિકળી ગયો હતો. સાસુ સસરા ખેતરમાં કામકાજ માટે ગયેલા હતા ત્‍યારે ઘરમાં શેફાલી એકલી હતી તે દરમિયાન કોઈ અગમ્‍ય કારણોસર ઘરમાં આત્‍મહત્‍યા કરી લીધી હતી. બપોરે પતિ રાકેશ ઘરે આવ્‍યો ત્‍યારે અંદરના રૂમનો દરવાજો બંધ હતો. બુમાબુમ કરી પણ શેફાલીએ દરવાજો નહી ખોલતા રાકેશએ દરવાજો તોડી નાખ્‍યો હતો ત્‍યારે પત્‍ની આત્‍મહત્‍યા કરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને જાણ કરાઈહતી. પોલીસે આકસ્‍મિક મોત નોંધી તપાસ ચાલુ કરી હતી.

Related posts

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

ભામટી અને દમણવાડા પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમ સાથે 61મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment