April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

સાગર સેતુ સાગર પાર્કમાં રહેતા આરોપી રામકુમાર રામસ્‍નેહી પાસેથી બે પિસ્‍તોલ મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી-વલસાડ એસ.ઓ.જી.ની ટીમે ડુંગરાના એક એપાર્ટમેન્‍ટમાં આજે રેડ પાડીને એક આરોપીને ગેરકાયદે બે પિસ્‍ટોલ સાથે ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રોઝના નેતૃત્ત્વમાં હે.કો. ઓમપ્રકાશ રણબહાદુર સિંહને બાતમી મળી હતી તેથી પો.કો. મોહંમદ સફી, દિપક સિંહ, કિરીટ સિંહની ટીમે વાપી ડુંગરા સાગર સેતુ સાગર પાર્ક ફલેટ નં.3માં રેડ પાડી હતી. ફલેટમાં રહેતા રામકુમાર રામસ્‍નેહી પાલ મૂળ રહે.યુપી ઢીકવારા ગામ પાસેથી 50 હજારની કિંમતની બે પિસ્‍તોલ મલી આવી હતી. તેથી પોલીસે આરોપીરામકુમાર પાલની ધરપકડ કરી આર્મસ એક્‍ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલ ભેગો કર્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વસતા ખાસ કરીને પરપ્રાંતિય અસામાજીક તત્‍વો ગેરકાયદે પિસ્‍તોલ જેવા હથિયારો રાખતા વારંવાર ઝડપાતા રહે છે. તેથી પોલીસની એવા તત્ત્વો સામે બાજ નજર પણ રહેતી આવી છે.

Related posts

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

Leave a Comment