September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડેપોના ડ્રાઇવર-કંડક્‍ટરે ફરી એકવાર પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ડેપોના ડ્રાઇવર કંડકટર દ્વારા ફરી એક વખત પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આજરોજ ઉમરગામથી વાપી આવતી બસ જેમાં ડ્રાઇવર તરીકે મકવાણા અમરસિંહભાઈ તેમજ મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતા અમિતાબેન ખેર બેઝ ન 1241 જેવો વાપી આવતા બસ વર્કશોપમાં જતા પહેલા ચેક કરતા એક બિન વારશિ બેગ મળી આવેલ. જેમાં કપડા, ચાર જેટલા બેંકના એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, સેન્‍ટની બોટલો તેમજ 2500 રૂપિયા રોકડા બેગની અંદર હતા. સદર બિનવાર્ષિક બેગને વાપી ડેપોના સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ ધનસુખભાઈ એમ.પટેલને જમા કરાવતા ધનસુખ પટેલે મુસાફરની શોધ કરતા બપોર સુધીમાં સદર મૂળ માલિક અશફાકભાઈ અરબ રહેવાસી સંજાણ, ઉમરગામ રોડ પર જેઓને બોલાવી તેમના પુરાવા રજૂ કરતા બેગ તેમને સુપ્રત કરેલ છે. આમ વાપી ડેપોના ડ્રાઇવર કંડક્‍ટરો કાયમના માટે પ્રમાણિકતાનું એક મીશાલ બનેલ છે જેનો ઉત્તમ ઉદાહરણ તમે આ બેગ સૂપ્રત કરતા અશફાકભાઈ આરબ દ્વારા આભારની લાગણી પણ વ્‍યક્‍ત કરેલ છે.

Related posts

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

વાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્‍માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્‍યા ટ્રકે ટક્કર મારી

vartmanpravah

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

Leave a Comment