December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

વાપી ડેપોના એટીઆઈ ધનસુખ પટેલની મહામંત્રી તરીકે બિનહરીફ વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ એસટી કર્મચારી મંડળ વલસાડ વિભાગની સાધારણ સભા વલસાડ જિલ્લા પંચાયત કચેરીની પાછળ આંબેડકર હોલમાં રાખવામાં આવી હતી. જેમાં દયારામ ભંડારીના પ્રમુખપણા હેઠળ વલસાડ ડેપો, ધરમપુર ડેપો, બીલીમોરા ડેપો, નવસારી ડેપો, વાપી ડેપો, વિભાગીય વર્કશોપ,વિભાગીય કચેરી તેમજ આહવા ડેપોના કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતે વાપી ડેપોના એ.ટી.આઈ. ધનસુખ એમ. પટેલને બિનહરીફ સત્તરમી વખત મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્‍યારે વિભાગીય કચેરીના વહિવટી શાખામાં ફરજ બજાવતા મનોજભાઈ પટેલને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્‍યારે ખજાનચી તરીકે બાંધકામ શાખામાં ફરજ બજાવતા એ.ટી.આઈ. ભુપેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ડેપોમાંથી તમામ હોદ્દેદારો, કારોબારી સભ્‍યો, 96/3 સભ્‍યો, સમયપત્રક સમિતિના સભ્‍યો, ડેપો સેક્રેટરી, યુનિટ પ્રમુખ, મહામંડલના સભ્‍યો તેમજ તમામ ડ્રાઈવર, કંડક્‍ટર મિત્રો હાજર રહ્યા હતા. સભાનું સંચાલન વાપી ડેપોના રજનીભાઈ પટેલ તેમજ વલસાડ ડેપોના નિશારભાઈ શેખ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

પીપલસેત ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

Leave a Comment