સરકારી ગાડીઓ મેઈટેનન્સના અભાવે વારંવાર ખોટવાતી રહે છે કે
અકસ્માત સર્જતી રહે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ સેવા સદનમાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં આજે રવિવારે અચાનક ધુવાડા નિકળતા આગ લાગી હતી. આગની જાણ થતા દોડધામ મચી જવા પામી હતી.
જિલ્લા વહિવટી તંત્રમાં સેંકડો ગાડીઓ દોડાદોડી કરતી હોય છે પરંતુ આવી ગાડીઓનું સમયસર મેઈટેનન્સ થતું નહી હોવાનું સત્ય આજે ઉજાગર થયેલું જોવા મળ્યું હતું. વલસાડ સેવા સદન વિભાગ-2 ના પાર્કિંગમાં પાર્ક કરેલ સરકારી સુમો ગાડી નં.જીજે 01 જીએ 0315માં અચાનક આગ લાગી હતી. ધુમાડા જોતા લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી. સદ્દનસીબે રવિવાર હોવાથી ગાડી પાર્ક કરેલી હતી. ચાલુ દિવસ હોત તો ચાલુ ગાડીએ મોટી દુર્ઘટના થઈ હોત.