September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ ગાઈડલાઈન નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: હજુ તો ગણેશ મહોત્‍સવની વાર છે. પરંતુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્‍સવની ઉજવણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જિલ્લા કલેક્‍ટર મેજીસ્‍ટ્રેટ દ્વારા ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટથી વધારે રાખી શકાશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવતા વલસાડના વિવિધ ગણેશમંડળો દ્વારા વિરોધનો સુર શરૂ થયો હતો.
વલસાડ પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચા અને વિવિધ ગણેશ મંડળના આગેવાનોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટ ઊંચાઈની મર્યાદામાં ગણેશ મૂર્તિઓ રાખવી તેવા જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. આયોજકોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ વિરોધ નથી તો વલસાડમાં કેમ મિટિંગમાં ગણેશની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી રાખવા સહિત વિસર્જન અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી.

Related posts

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

vartmanpravah

Leave a Comment