September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

પારડી સાંઢપોરમાં રહેતા પ્રકાશ નટુભાઈ જાદવ પત્‍ની સાથે બાઈક ઉપર દુકાને જતા હતા ત્‍યારે એસ.ટી. બસે ટક્કર મારી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ કલ્‍યાણ બાગ સર્કલ પાસે બાઈક ઉપર જઈ રહેલ દંપતિને એસ.ટી. બસે ટક્કર મારી દેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ પતિને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્‍યાં લાંબી સારવાર બાદ સોમવારે સાં્‌જે મૃત્‍યુ થતા પરિવારમાં શોકની કાલીમા ફેલાઈ જવા પામી હતી.
વલસાડમાં પારડી સાંઢપોર ગામે રંગનગર રહેતા પ્રકાશભાઈ નટુભાઈ જાદવ તેમની પત્‍ની રેખાબેન સાથે ઘરેથી દુકાન જવા નિકળ્‍યા હતા તે દરમિયાન કલ્‍યાણબાગ સર્કલ ઉપર દંપતિના બાઈક નં.જીજે 15 ડીક્‍યુ 4505 ને પુરઝડપે આવી રહેલ ધરમપુર જવા નિકળેલી બસ નં.જીજે 18 ઝેડ 6928 ના ચાલકે દંપતિની બાઈકને ટક્કર મારી દેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. દંપતિની બાઈક બસના આગળના ટાયરમાં આવી ગઈ હતી. 60 ફૂટ દંપતિ ઘસેડાયેલ તો પણ બસ ડ્રાઈવરે બસ ઉભી રાખી નહોતી. અંતે આગળ જઈ બસ છોડી ભાગી ગયો હતો. એકઠા થયેલા લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશભાઈને રીક્ષામાં કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્‍યાં ચાર-પાંચ દિવસની સારવાર બાદ સોમવારે સાંજે દમતોડતા પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયા છે.

Related posts

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એગ્રી સ્‍ટેકનું સર્વર ડાઉન થતાં નોંધણી માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા સાથે ધક્કા ખાવાની નોબત આવતા ભારે રોષ

vartmanpravah

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

vartmanpravah

‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતની યોજાનારી ગ્રામસભા

vartmanpravah

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

Leave a Comment