સાયલીથી કરાડ, ડોકમરડી, દાદરા તથા સેલવાસ શહેરના દયાત ફળિયાથી લઈ ડોકમરડી વાઘછીપા સહિતના વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો-રોડના કામોની જગ્યાએ મુલાકાત લઈ કરેલું જાત-નિરીક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાના દાદરા નગર હવેલી પ્રવાસના ત્રીજા દિવસે પણ વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
આજે સવારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ક્રિકેટસ્ટેડિયમ સાયલી, નમો મેડિકલ કોલેજના એડીશનલ બ્લોક અને હોસ્ટેલ, નર્સિંગ કોલેજ અને નિર્માણાધિન એસ.પી. ઓફિસ બિલ્ડીંગ સાયલીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું.
સાયલી-રખોલી રોડ અને જીએનએલયુ-કરાડની પણ મુલાકાત લીધી હતી.
ભોજન બાદ બપોરે પંચાયત માર્કેટ, રિ-ડેવલપમેન્ટ સેન્ટ્રલ પાર્ક, ટ્રાન્સપોર્ટ નગર, દયાત ફળિયા પ્રાઈમરી સ્કૂલ, પ્રપોઝ સાઈટ લેબર હોસ્ટેલ પીપરીયા, જીએચએસ દાદરા, ડોકમરડી ફોબ, ગુજરાતી હાયર સેકન્ડરી સ્કૂલ ડોકમરડી, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ડોકમરડી અને વાઘછીપા રોડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તમામ પ્રોજેક્ટ સમયસર અને ગુણવત્તાની સાથે પૂર્ણ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાકિદ પણ કરી હતી.