Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાળકો ઉઠાવી લઈ જવાની શંકા રાખી ચીખલીના ઢોલુમ્‍બર ગામે ભિક્ષા માંગવા આવેલ સાધુઓને ગ્રામજનોએ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટનાની જાણ થતા ખેરગામ પોલીસ ઘટના સ્‍થળે પહોંચી સાધુઓને પોલીસ મથક લઈ ગઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં ઢોલુમ્‍બર ગામે મંગળવારની સાંજનાસમયે ત્રણ જેટલા સાધુઓ ભિક્ષા માંગવા માટે આવ્‍યા હતા. પરંતુ ગ્રામજનોને સાધુઓ બાળકોનું અપહરણ કરવા આવ્‍યા હોય એવી શંકા રાખી ત્રણ જેટલા સાધુઓને માર મારતા હોવાનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે ગ્રામજનોએ આ બાબતે 100 નંબર ઉપર ફોન કરતા સ્‍થળ ઉપર આવેલી પોલીસે ભિક્ષા માંગવા આવેલા ત્રણ જેટલા સાધુઓને ખેરગામ પોલીસ મથેક લઈ હતી. અને બાદ ગામના સરપંચ અને આગેવાનોને બોલાવી તપાસ કરતા સાધુઓ ભિક્ષા માંગવા આવ્‍યા હોવાનું જણાતા મામલો થાળે પડ્‍યો હતો. જોકે સમગ્ર ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી.

Related posts

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment