April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: રવિવારે છરવાડા સ્‍થિથ મંજુબેન દાયમા મેમોરિયલ સંસ્‍કાર વિદ્યાપીઠમાં ઉર્મિલ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ તથા ઉર્મિલ દેસાઈ હોસ્‍પિટલ અને એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સંયુક્‍ત ઉપક્રમે મેગા સ્‍વાસ્‍થ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો.
સવારે 10 વાગે પ્રારંભ થયેલી શિબિરનો શુભારંભ ઉર્મિલ હોસ્‍પિટલના નિર્દેશક ડો.વિનિત શાહ, ડો.નિરવ શાહ, સંસ્‍કાર વિદ્યાપીઠના પ્રમુખ બી.કે. દાયમા તથા એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સીઈઓ રાહુલ શર્માએ દિપ પ્રાગટય કરી કર્યો હતો. સ્‍પેશ્‍યાલીસ્‍ટ તબીબોએ બી.પી., ડાયાબિટીસ, થાઈરોઈડ, કોલેસ્‍ટોરલ, દાંત, આંખની બિમારીઓની તપાસ કરી હતી. નિઃશુલ્‍ક તપાસ સાથે જરૂરીયાતમંદ આંખના દર્દીઓને મફત ચશ્‍મા વિતરણ કરવામાં આવ્‍યું હતું. શિબિર સંયોજક રાહુલ શર્મા, ઉર્મિલ હોસ્‍પિટલ મહાવિર ડેન્‍ટલ હોસ્‍પિટલનો સ્‍કૂલ પ્રશાસિકા સુનિતા વ્‍યાસએ આભાર પ્રગટ કર્યો હતો. આગળના સમયમાં પણ વિવિધ સેવાકીય કામગીરી ચાલુ રહેશે.

Related posts

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment